ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ રતન ટાટા ની સ્વપ્ન ની કાર ટાટા નેનો નું હવે નવું વર્ઝન લોન્ચ થવા જઈ રહ્યું છે. જેનો સમાવેશ ઇલેક્ટ્રિક વિહિકલ માં થવાનો છે. નવી ગાડી નું નામ છે TATA NANO EV. તો ચાલો જાણીયે રતનટાટા ની નવી ઇલેક્ટ્રિક કાર TATA NANO EV વિષે.
રતનટાટા ની નવી ઇલેક્ટ્રિક કાર TATA NANO EV
આ ગાડી ઇલેક્ટ્રિક વિહિકલ માં સૌથી સસ્તી ગાડી હોવાનો દાવો કરી રહ્યા છે જે બધા ની માર્કેટ તોડશે. રતન ટાટા નું સોશ્યિલ મીડિયા માં ફોટો વાયરલ થાય છે જેમાં તે ટાટા નેનો ના નવા વર્ઝન સાથે છે. આ ગાડી રતન ટાટા ને ગિફ્ટ કરવા માં આવી છે. Electra Ev નામ ની કંપની એ રતન ટાટા ને આ કર ગિફ્ટ માં આપી છે.અને એ કંપની ના ફાઉન્ડર પણ પોતે રતન ટાટા જ છે. એ કંપની ઇલેક્ટ્રિક પાર્ટ્સ બનાવે છે. અને રતન ટાટા ને આ કર બઉજ ગમી જેને તે ચલાવ્યા વગર રહી ના શક્યા.
શુ છે TATA NANO EV ગાડી ના ફીચર્સ ?
રેન્જ : આ ગાડી ની રેન્જ ૧૬૦ કિલોમીટર છે.
સ્પીડ : કંપની એવું કહે છે કે આ ગાડી ની સ્પીડ ૧૦ સેકન્ડ માં ૦ થી ૬૦ સુધી પોહ્ચે છે. અને એની ટોપ સ્પીડ ૧૧૦ કિલોમીટર છે.
બેટરી : લિથિયમ આયન બેટરી નો ઉપયોગ કરેલો છે
આર્કિટેક્ચર : ૭૨ વોલ્ટ નું આર્કિટેક્ચર એમાં યુસ કરેલું છે.
શું છે ભારત માં TATA NANO EV ગાડી નો ભાવ?
એવું માનવા માં આવે છે કે બીજી કંપની ઓ કરતા આ ગાડી ની પ્રાઈઝ ઓછી હશે. જેથી કોઈ પણ માણસ ખરીદી શકે છે. એનો ભાવ હજી ઓફિશ્યલી બાર નથી પડ્યો. એક્સપેકટેડ ભાવ ૪ થી ૬ લાખ આંકવામાં આવે છે.
આ ગાડી એક વાર ચાર્જિંગ કર્યા પછી ૧૬૦ કિલોમીટર સુધી ચાલશે. જેની સૌથી ટોપ સ્પીડ ૧૧૦ કિલોમીટર છે.
જો કંપની આ કાર લોન્ચ કરશે તો તેનો ભાવ સૌથી સસ્તો ભારતમાં ૧૦ લાખ થી નીચે રાખવામાં આવશે.
આ કાર અંદાજિત ૨૦૨૫ સુધી માં લોન્ચ કરવા માં આવશે. પણ ઇલેક્ટ્રિક ગાડી ઓની વધતી જતી માંગ ને લીધે તે જલ્દી જ લોન્ચ કરવા માં આવશે.
TATA ની એવી ગાડીઓ જે ૧૦ લાખ થી ઓછી કિંમત માં છે
Tata Nexon : ૭ લાખ થી ૧૫ લાખ સુધી
Tata Punch : 6 લાખ થી ૧0 લાખ સુધી
Tata Tiago : 5 લાખ થી ૮ લાખ સુધી
Tata Altroz : 6 લાખ થી ૧0 લાખ સુધી
Tata Tigor : 6 લાખ થી ૯ લાખ સુધી
Tata Tiago NRG : 6 લાખ થી ૮ લાખ સુધી
Tata Yodha Pickup : ૭ લાખ થી ૮ લાખ સુધી
Tata Tiago EV : ૮ લાખ થી ૧૨ લાખ સુધી
0 Comments