જો તમને ડાયાબિટીસ છે તો તમે ની સંકોચ દવા લઇ શકો છો પણ આયુર્વેદ માં ઘણા બધા ઉપચાર ઉપલબ્ધ છે જેનાથી તમે ડાયાબિટીસ ને તમારા સુગર ને કંટ્રોલ કરી શકો છો. ડાયાબિટીસ થી અત્યારે ઘણા બધા માણસો જુજી રહ્યા છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝશન) એ આયુર્વેદ ને બેસ્ટ ઉપાય માન્યો છે ડાયાબિટીસ માટે. ડાયાબિટીસ દુનિયા માં અત્યારે સાધારણ બીમારી માની એક બીમારી છે. તો ચાલો જાણીયે ડાયાબિટીસ દૂર કરવાના આયુર્વેદિક ઉપચાર.

ડાયાબિટીસ દૂર કરવાના આયુર્વેદિક ઉપચાર

ડાયાબિટીસ કેવી રીતે થાય છે ?

  • અત્યાર ના જમાના પ્રમાણે આધુનિક જીવન અને તણાવ ને કારણે થાય છે.
  • આયુર્વેદ માં ત્રણ દોષ છે : વાત, પિત્ત અને કફ  જયારે કફ માં અસંતુલન થાય છે ત્યારે ડાયાબિટીસ થાય છે.


ડાયાબિટીસ દૂર કરવાના આયુર્વેદિક ઉપચાર

આમળા 

  • આમળા આયુર્વેદ માં સૌથી શક્તિશાળી જડીબુટી છે. એનો ઉપયોગ શરીર ના વિષેલા તત્વો ને દૂર કરવા અને શરીર ને પોષણ આપવા માટે કરવામાં આવે છે.
  • આમળા વિટામિન સી અને એન્ટી ઓકસિડેન્ટ થી ભરપૂર છે.
  • ડાયાબિટીસ  દૂર કરવા આમળા બેસ્ટ છે.
  • તેમાં ક્રોમિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન પૂરતી માત્રામાં હોય છે, જે શરીરમાં ઇન્સ્યુલિનને શોષવામાં અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
  • આમળાનું સેવન કરવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવારનો છે, ખાસ કરીને શિયાળા દરમિયાન જ્યારે ઠંડી વધે છે. 
  • તમે ડાયરેક્ટ આમળા ખાઈ શકો છો. તેનો પાવડર બનાવી ને પાણી માં નાખી ને પણ પી શકો છો 
ડાયાબિટીસ દૂર કરવાના આયુર્વેદિક ઉપચાર


ત્રિફળા 

  • આયુર્વેદ માં આ ઈમ્યૂનિટી બૂસ્ટર કેવાય છે અને પાચન માટે બેસ્ટ છે 
  • ડાયાબિટીસ ના રોગી ઓ માટે આ એક આયુર્વેદિક દવા છે 
  • એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ હોવાથી, તે શરીરના ઓક્સિડેટીવ તણાવને ઘટાડવામાં મદદ કરે છે અને ડાયાબિટીસ ને નિયંત્રિત કરે છે.
  • રાત્રે લોખંડના વાસણમાં એક કપ પાણીમાં એક ચમચી ત્રિફળા પાવડર મિક્સ કરીને રાખો. તમને તેનો સ્વાદ થોડો કડવો લાગશે. તેના માટે ત્રિફળાના પાણીમાં થોડું મધ મિક્સ કરીને સવારે ખાલી પેટ પીવો.

ડાયાબિટીસ દૂર કરવાના આયુર્વેદિક ઉપચાર



ડાયાબિટીસ કંટ્રોલ કરવાના અન્ય કેટલા આયુર્વેદિક ઉપાય 

  • તાજા ફળ અને કડવા અને લીલા શાકભાજી ખાવા 
  • સવારે ખાલી પેટ ગરમ હળદર વાળું પાણી પીવું 
  • આદુ વળી ચા પીવી 

ડાયાબિટીસ ના લક્ષણો 

  • ખૂબ તરસ લાગવી
  • વારંવાર પેશાબ લાગવું 
  • ખુબ ભૂખ લાગવી
  • અચાનક વજન માં વધારો અથવા ઘટાડો 
  • બહુ થાક લાગવો 
  • ચીડિયાપણું થવું 
  • નજર કમજોર થવી 
  • સાજા થવામાં ઘણો સમય લાગે છે
  • ત્વચા ચેપી રોગ થવા 
  • યોનિમાર્ગ માં ચેપ થવા