ખરાબ આહાર(જમવાનું), ઓછું પાણી પીવાથી, નબળી માંસપેશીઓથી, ડિપ્રેસન, અનિયમિત શૌચ ને કારણે કબજિયાત થાય છે. કબજિયાત એટલે પેટ નો ખરાબ મળ બહાર કાઢવામાં પરેશાની થવી. તો ચાલો જાણીયે કબજિયાત દૂર કરવાના ઘરેલુ આયુર્વેદિક ઉપચાર.
ક્યારે થાય છે કબજિયાત?
જયારે માણસ નું પાચન તંત્ર ખરાબ હોય. જે પણ ખોરાક ખાય એ પચે નઈ ત્યારે. ઘણા નિષ્ણાંતો પ્રમાણે એવું કેહવા માં આવે છે કે જયારે માણસ ના ભોજન માં ફાઇબર ની માત્રા વધારે હોય ત્યારે તેનો ખોરાક સરળ તાથી પચી જાય છે. કબજિયાત ને આયુર્વેદ માં વાત દોષ બતાવ્યો છે. વાત દોષ એટલે વિષેલા પદાર્થ અને અતરડા માં ખરાબ મળ જામી જવું.
- રાત્રે મોડે થી જમવું
- ઓછું પાણી પીવું
- તળેલું મસાલેદાર ખાવાનું
- ટાઈમ ઉપર ભોજન ના કરવું
- વધારે માત્રા માં ચા, કોફી, તમાકુ નું સેવન કરવું
- ચિંતા અને તણાવ વાળું જીવન
- હોર્મોન્સ નું અસંતુલન
- ઘણી બધી માત્રા માં દર્દ નિરોધક ગોળી ઓ નું સેવન કરવું
શું છે કબજિયાત ના લક્ષણ?
- પેટ માં દુખવું
- પેટ માં ગેસ બનવો
- માથા માં દુખાવો
- મળ કઠણ હોવું
- શ્રમ વગર આળસ આવવી
- નાક માંથી પાણી બહાર નીકળવું
- મોઢા માંથી ખરાબ દુર્ગંધ આવવી
- મોઢા માં ચાંદા પાડવા
- ત્વચા ઉપર ફોડકા થવા
કબજિયાત દૂર કરવાના ઘરેલુ આયુર્વેદિક ઉપચાર
- 1 ચમચી આમળા પાવડરને એક ગ્લાસ પાણીમાં ઓગાળીને રાત્રે રાખો.સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા આ પાણીનું સેવન કરો. તમે ચાળણીમાં સુતરાઉ કાપડ મૂકીને આ પાણીને ફિલ્ટર કરો જેથી કરીને તેના બારીક રેસા અને ઓગળેલા પાવડર પાણીમાં ન જાય.
- રાત્રે સુતા પેહલા ત્રિફળા ચૂર્ણ ગરમ પાણી સાથે લો. ૬ મહિના નિરંતર લેવાથી જુના માં જૂની કબજિયાત ની સમસ્યા પણ દૂર થાય જાય છે.
- રાત્રે ૧ ગ્લાસ દૂધ માં ૧-૨ ચમચી એરંડિયા નું તેલ નાખી ને પીવું
- દસ ગ્રામ અજવાઈન, દસ ગ્રામ. ત્રિફળા અને દસ ગ્રામ. સેંધા નમક પીસીને પાવડર બનાવો. દરરોજ 3-5 ગ્રામ. હૂંફાળા પાણી સાથે પાવડરની માત્રા લો. કબજિયાતની સારવાર માટે ત્રિફળા પાવડર ખૂબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે.
- રોજ પાલક ખાવાથી પણ કબજિયાત દૂર થાય છે.
- એક ગ્લાસ ગરમ દૂધ માં ૧ ચમચી દેશી ઘી મેળવી ને પીવા થી પણ દૂર થાય છે.
- રાત્રે ભોજન માં પપૈયા નું સેવન કરો
- ૨ ચમચી ગોળ ગરમ દૂધ માં નાખી ને પીવો
કબજિયાત માં તમારી જીવન શૈલી કેવી હોવી જોઈએ?
- સમયસર ખાઓ, અને પાછલું ભોજન પચી જાય પછી જ બીજી વાર ખાઓ.
- રાત્રે જાગવાની આદત કાયમ માટે છોડી દો.
- તણાવમુક્ત જીવન જીવવાનો પ્રયાસ કરો.
- યોગ કરો કસરત કરો.
કબજિયાત માં શું ના ખાવું જોયે ?
- કબજિયાતના દર્દીએ દૂધ અને પનીરનું વધુ સેવન ન કરવું જોઈએ.
- મેંદાના લોટની બનેલી વસ્તુઓ બિલકુલ ન ખાવી.
- વધુ તેલયુક્ત અને મરચા-મસાલેદાર ખોરાકથી દૂર રહો.
- કબજિયાતના રોગમાં, મુખ્યત્વે વાત દોષ ને શાંત કરનાર આહાર લેવો જોઈએ. ઠંડકનો ગુણ ધરાવતો ખોરાક ટાળવો જોઈએ. ગરમ ગુણવત્તા અને સારી રીતે રાંધેલો ખોરાક લેવો જોઈએ.
કાયા યોગાસન છે જેનાથી કબજિયાત દૂર થાય છે ?
- પવન મુક્તાસન
- હલાસન
- અર્ધમત્સ્યેન્દ્રાસન
- મયુરાસન
- બાલાસન
- સુપ્તમત્સ્યેન્દ્રાસન
0 Comments