અત્યાર ના જમાના માં ખરાબ લાઇફસ્ટાઇલ ને લીધે પેટ માં દુખાવા ની સમસ્યા થઈ જાય છે. કબજિયાત, ગેસ અપચાને કારણે પેટ માં દુખાવાની સમસ્યા ઉભી થાય છે. ઘણી વાર લોકો વારં વાર દવાઓ લે છે જે તમારા માટે સારું નથી તો ચાલો જાણીયે પેટ માં દુખાવા ના ઘરેલુ ઉપચાર અને આયુર્વેદિક ઉપચાર.

પેટ માં દુખાવા ના ઘરેલુ ઉપચાર અને આયુર્વેદિક ઉપચાર


પેટ માં દુખાવા ના ઘરેલુ ઉપચાર અને આયુર્વેદિક ઉપચાર 

આદુ 

જો તમારું પેટ ખરાબ છે તમને પેટ માં દુખાવો છે તો આદુ એક રામબાણ ઉપાય છે પેટ માં દુખાવો મટાડવા માટે. તમે જમ્યા પેલા આદુ નો એક ટુકડો ખાઈ લો અથવા તો આદુ નો રસ મધ સાધે મિક્સ કરી ને પી શકો છો. આદુ માં એન્ટીઓક્સીડેન્ટ ગુનો મળે છે જે પાંચન ક્રિયા ને નિયંત્રિત કરે છે.

હિંગ 

હિંગ પાચન ક્રિયા ને મજબૂત બનાવે છે. હિંગ માં કેલ્શિયમ, આયરન, એન્ટીવાયરલ જેવા અનેક ગુણો હોય છે. પેટ માં દર્દ હોય અથવા ગેસ હોય તો પેટ ઉપર હિંગ નો લેપ કરો અથવા હિંગ ને પીસી લો અને પાણી માં અડધી ચમચી હિંગ નાખી ને પી લો.

વરિયાળી 

પેટ ના દુખાવામાં વરિયાળી બહુ સારી માનવામાં આવે છે. એટલે જ જમીને મુખવાસ લોકો ખાય છે. પેટ દર્દ, ગેસ, પેટ માં બળતરા, પેટ માં સોજા માં વરિયાળી બહુ સારી માનવ માં આવે છે.

ફૂદીના 

પેટ માં દુખાવો અને ગેસ હોય ત્યારે ફુદીના બહુ સારો માનવામાં આવે છે. અને પાચન ક્રિયા ને સારી બનાવે છે. એક કપ પાણી માં ફુદીનો નાખી અને ૧૦ મિનિટ સુધી ઉકાળો પછી તેમાં મધ નાખો અને ચા ની જેમ દિવસ માં ૨-૩ વાર પીવો.

એલોવેરા જ્યુસ 

ગેસ, કબજિયાત, ડાયરિયા(જાડા) ને કારણે થતા પેટ દર્દ માં એલોવેરા જ્યુસ બહુ ફાયદો આપે છે. પેટ માં જલન અને દુખાવા ને એલોવેરા જ્યુસ દૂર કરે છે. 

લીંબુ નો રસ 

કાલા નમક ને લીંબુ ના રસ સાથે ભેળવી અને અડધો કપ પાણી નાખો અને પીવો. થોડા જ ટાઈમ માં દુખાવામાં રાહત થશે. 


દાદી માના રામબાણ ઘરેલુ નુસખા 

  1. રોજ સવારે ૨ લવિંગ ખાલી પેટ ખાવ. લવિંગ માં એવા ગુણો છે જે પેટ ના દુખાવાને પેટ ના ઇન્ફેકશન ને દૂર રાખે છે. અને પાચન તંત્ર પણ સુધારે છે.
  2. ખાલી પેટ ૨-૩ લસણ ની કડી ખાવ તો તેના થી પણ પેટ ના દુખાવામાં રાહત થાય છે. અને ઇન્ફેકશન દૂર થાય છે.
  3. હળદર ને પેટ માટે બૌ સારી ગણવામાં આવી છે. હળદર માં મધ મિક્સ કરી ને રાત્રે ખાવ તે પેટ માટે બહુ ફાયદા કારક છે.
  4. પેટ માટે કેળા ને બહુ ફાયદા કારક માનવામાં આવે છે. જે પેટ ના ઇન્ફેકશન ને પણ દૂર કરે છે.
  5. અડધી ચમચી અજવાયન માં એક ચોથાય ચમચી કાળું મીઠું ઉમેરો અને તેને પીવા લાયક ગરમ પાણી માં ઉમેરો અને પીવો. તેનાથી પેટ માં દર્દ, ગેસ ની સમસ્યા અથવા પેટ ફૂલવા જેવી સમસ્યા માં આરામ મળે છે.
  6. એક ગ્લાસ ગરમ પાણી માં થોડીક હિંગ અને થોડુંક કાળું મીઠું ઉમેરો જેનાથી પેટ માં ગેસ એસીડીટી માં રાહત થાય છે.