હિન્દૂ ધર્મ માં લોકો એવું કહે છે કે તેમાં ૩૩ કરોડ દેવતા ઓ છે પરંતુ આ એક ખોટી માહિતી છે. ૩૩ કોટી દેવતાઓ નો મતલબ થાય છે ૩૩ પ્રકાર ના દેવતા પરંતુ પેહલા ના વક્તાઓ ની ભૂલ ને કારણે તેમને કોટી ને કરોડ નું અનુવાદ કર્યું હતું. પરંતુ હકીકત માં ૩૩ પ્રકાર ના દેવતા છે.વેદો માં જે દેવતાઓ નો ઉલ્લેખ કરવા માં આવ્યો છે તેમાં અધિકતર પ્રાકૃતિક શક્તિઓ ના નામ છે જેને દેવ કહી ને સંબોધિત કર્યા છે.

૩૩ કોટી દેવતાઓ ક્યાં ક્યાં છે? કોનો કોનો સમાવેશ થાય છે ૩૩ કોટી દેવતાઓ માં?


૩૩ કોટી દેવતાઓ ક્યાં ક્યાં છે ?
  • ૮ વાસુ 
  • ૧૧ રુદ્ર 
  • ૧૨ આદિત્ય 
  • ઇન્દ્ર અને પ્રજાપતિ 

આમ ટોટલ ૩૩ પ્રકાર ના દેવતા છે 


૮ વાસુ ક્યાં ક્યાં છે ?

-> ધરતી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, ચંદ્રમા, સૂર્ય અને નક્ષત્ર આમ આઠ વાસુઓ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ધરતી ના પાલનકર્તા છે.


૮ વાસુ ક્યાં ક્યાં છે ?

૧૧ રુદ્ર ક્યાં ક્યાં છે ?

-> પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન, નાગ, કૂર્મ, કિર્કલ, દેવદત્ત અને ધનંજય આમ ૧૧ રુદ્ર છે. આ ૧૧ રુદ્ર શરીર ના અવયવો છે. જયારે મનુષ્ય નું મૃતિયું થાય છે ત્યારે આ ૧૧ રુદ્ર પણ શરીર માંથી નીકળી જાય છે. અને સંબંધીઓ મર્યા બાદ રડે છે. રુદ્ર એટલે રોવડાવા વાળો.


૧૨ આદિત્ય ક્યાં ક્યાં છે ?

૧૨ આદિત્ય એટલે ૧૨ મહિનાઓ ના નામ. ભારતીય કૅલેન્ડર સૂર્ય પાર આધારિત છે. આને આદિત્ય એટલે કહેવાય છે કારણકે આ તમારા આયુષ્ય ને હરે છે. જેમ જેમ સમય વ્યતીત થાય છે તેમ તેમ તમારી આયુષ્ય પણ ઘટે છે. અંશુમાન, અર્યમન, ઇન્દ્ર, ત્વષ્ટા, ધાતા, પર્જન્ય, પુષા, ભગ, મિત્ર, વરુણ, વિવસ્વાન, વિષ્ણુ આ ૧૨ આદિત્ય છે.


૧૨ આદિત્ય ક્યાં ક્યાં છે ?


૨ અશ્વિનીકુમાર ક્યાં ક્યાં છે ?

અશ્વની કુમાર ત્વષ્ટની પુત્રી અને સૂર્યદેવના પુત્ર છે, જેમને આયુર્વેદના આદિ આચાર્ય માનવામાં આવે છે.તેમના નામ નીચે મુજબ છે.

૧. નાસ્ત્ય

૨. દસરા