સૌથી પેહલા તો મોબાઈલ એપ્લિકેશન બનાવા માટે શુ શુ જોઈએ તે જાણીયે. ઉદાહરણ તરીકે જો તમે એક શોપિંગ એપ્લિકેશન બનાવા માંગતા હોવ તો તેમાં ૧૫ થી ૨૦ સ્ક્રીન હોય છે. જેમ કે,
૧. લોગીન સ્ક્રીન પેજ
૨. રેજિસ્ટર સ્ક્રીન પેજ
૩. શોપિંગ પ્રોડક્ટ નું લિસ્ટ પેજ
૪. પ્રોડક્ટ ની ડિટેઈલ્સ પેજ
૫. પ્રોડક્ટ ના ફિલ્ટર પેજ
૬. પ્રોડક્ટ વિશલિસ્ટ પેજ
૭. શોપિંગ નું કાર્ટ પેજ
૮. એડ્રેસ નું પેજ
૯. બિલ નું પેજ
૧૦. ઓર્ડર ના લિસ્ટ નું પેજ
જો તમે ઉપર ની સ્ક્રીન સાથે એપ્લિકેશન બનાવો તો ચાલો જાણીયે મોબાઈલ એપ્લિકેશન બનાવામાં કેટલો ખર્ચો થાય છે.
જો તમે એક સાદી મોબાઈલ એપ્લિકેશન બનાવો છો તો તમને ૪ ડેવલપર જોઈશે
૧. એપ્લિકેશન ડિઝાઈનર : આ એક એવો માણસ છે જે તમારી એપ્લિકેશન ની ડિઝાઇન બનાવશે. આખી એપ્લિકેશન કેવી દેખાશે તેનું માળખું તૈયાર કરશે.
૨. એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપર : આ એક એવો માણસ છે જે તમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવશે. અને ગૂગલ પ્લેઇસ્ટોર માં તમારી એપ્લિકેશન લાઈવ કરશે જેથી તમારી એપ્લિકેશન બધા માણસો વાપરી શકશે.
૩. એપલ એપ્લિકેશન ડેવલપર : આ એક એવો માણસ છે. જે તમારી IOS એટલે કે એપલ એપ્લિકેશન બનાવશે અને તમારી એપ્લિકેશન એપલ સ્ટોર માં લાઈવ કરશે.
૪. વેબ ડેવલપર : આ એક એવો માણસ છે જે તમારો ડાટાબેઝ સંભાળશે અને તમારો બધો ડેટા સાચવશે. કોઈ પણ માણસ તમારી એપ્લિકેશન માં રેજિસ્ટર કરશે તે બધો ડેટા આ ડેવલપર સાચવશે.
જો તમારે પ્રોફેશનલ એપ્લિકેશન એટલે કે એક સારી એપ્લિકેશન બનાવી હોય તો આ ૪ ડેવલપર તમારે જોઈશે. બીજું એક વસ્તુ હોય છે જેને ક્રોસ પ્લેટફોર્મ કહેવાય છે જેમાં FLUTTER અત્યારે બહુ આગળ છે. જો તમે FLUTTER માં એપ્લિકેશન બનાવશો તો તમારી મોબાઈલ એપ્લિકેશન નો ખર્ચો ઘટી જશે શુકામ ઘટશે કારણકે આ પ્લેટફોર્મ માં એક જ કોડ ઉપર થી ૨ એપ્લિકેશન બની જાય છે.
તો ચાલો જાણીયે હવે અંદાજિત ખર્ચો એક સીધી અને સારી એપ્લિકેશન બનાવા માટે.
૧. એન્ડ્રોઇડ માટે પ્લેઇસ્ટોર એકાઉન્ટ લેવું પડશે જેની કિંમત છે ૫,૦૦૦ રૂપિયા (જેને તમેં લાઈફ ટાઈમ વાપરી શકશો અને ગમે તેટલી એપ્લિકેશન લાઈવ કરી શકશો)
૨. IOS માટે એપ સ્ટોર એકાઉન્ટ લેવું પડશે જેની કિંમત ૧૦,૦૦૦ રૂપિયા છે (જેને તમે ૧ વર્ષ સુધી વાપરી શકશો અને ગમે તેટલી એપ્લિકેશન ચડાવી શકશો)
૩. તમારો ડેટા સ્ટોર કરવા માટે એક સર્વર લેવું પડશે જેની કિંમત અંદાજિત ૧૦,૦૦૦ થી ૧૫૦૦૦ હોય છે (જેમાં તમે તમારો ડેટા રાખી શકશો. વેબ ડેવલપર તમારી એપ્લિકેશન અને સર્વર વચ્ચે કન્નેકશન બનાવશે અને તમારા ડેટા સ્ટોર થશે)
૪. એપ્લિકેશન ડિઝાઈનર અંદાજિત ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ લેશે તે તેના અનુભવ પ્રમાણે પૈસા લે છે.(જે તમારી આખી એપ્લિકેશન ડિઝાઇન કરી દેશે)
૫. એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપર અંદાજિત ૨૦,૦૦૦ થી ૨૫૦૦૦ લેશે તે તેના અનુભવ પ્રમાણે પૈસા લે છે. (જે તમારી આખી એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવી દેશે)
૬. એપલ એપ્લિકેશન ડેવલપર અંદાજિત ૨૦,૦૦૦ થી ૨૫૦૦૦ લેશે તે તેના અનુભવ પ્રમાણે પૈસા લે છે. (જે તમારી આખી એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવી દેશે)
૭. વેબ ડેવલપર અંદાજિત ૨૦,૦૦૦ થી ૨૫૦૦૦ લેશે તે તેના અનુભવ પ્રમાણે પૈસા લે છે. (જે તમારી આખી એપ્લિકેશન માટે API બનાવશે જે તમારી એપ્લિકેશન અને સર્વર ને વચ્ચે કન્નેકશન બનાવશે)
ઉપર ની અંદાજિત કિંમત થી તમે એક એપ્લિકેશન બનાવી શકશો. આ કિંમત ડેવલપર ના અનુભવ પ્રમાણે બદલશે. વધારે અનુભવ વાળા ડેવલપર રાખશો તો સારી એપ્લિકેશન બનશે પણ એપ્લિકેશન ની કિંમત પણ વધશે.
આ મારો પર્સનલ અનુભવ છે હું એક ડેવલપર છું મને ૫ વર્ષ નો અનુભવ છે. અને ઉપર ની માહિતી મારા અનુભવ પ્રમાણે દવ છું. અંદાજિત કિંમત એક એન્ડ્રોઇડ અને IOS એપ્લિકેશન બનાવા માટે ૯૦,૦૦૦ થી ૯૫૦૦૦ થાય છે.
0 Comments