શું છે હનુમાન અષ્ટક?
હનુમાન અષ્ટક સંત તુલસીદાસજી એ લખેલી એવી પ્રાર્થના છે જેમાં હનુમાનજી
કષ્ટ દૂર કરવા શું કરે છે તેનું અદભુત વર્ણન છે. અને આનો પાઠ કરવાથી
હનુમાનજી ખુબજ પ્રસન્ન થાય છે. તુલસીદાસજી એ આમાં આઠ શ્લોક લખેલા છે
જેમાં હનુમાન જી દુઃખ દૂર કરવા પોતાની શક્તિ નો કેવી રીતે ઉપયોગ કરે છે
તેનું વર્ણન કરવામાં આવેલું છે.
હનુમાન અષ્ટક કરવાના ફાયદા
હનુમાનજી કલયુગ ના રક્ષક કહેવાય છે. મંગળવાર ના દિવસે આ પાઠ કરવાથી
ખુબ જ લાભ મળે છે. હનુમાન અષ્ટક નો પાઠ કરવાથી બધી ભૂત પ્રેત બાધાઓ,
બધા કષ્ટો, બધા રોગો દૂર થાય છે. તમને તમારા સંકટ માંથી મુક્તિ મળે છે.
હનુમાન અષ્ટક ગુજરાતી માં અર્થ સાથે
શ્લોક ૧
બાલ સમય રવિ ભક્ષ લિયો તબ, તીનહું લોક ભયો અંધિયારો|
તાહિ સો ત્રાસ ભયો જગ કો, યહ સંકટ કાહુ સો જાત ના ટારો ||
દેવન આની કરી વિનંતી તબ, છોડી દિયો રવિ કષ્ટ નિહારો|
કોનહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટ મોચન નામ તિહારો||
અર્થ - હે હનુમાનજી મહારાજ તમે તમારા બાળપણ ના સમય માંજ, જે સૂર્ય પૃથ્વી થી કરોડો કિલોમીટર દૂર છે તે સૂર્ય ને તમે બાળપણ માં જ ફળ સમજી ને ગળી ગયા, અને ત્રણેય લોક માં અંધકાર થાય ગયો અને આખા જગત માં ભય ની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. કોઈ પણ દેવતા આ સંકટ ને દૂર ના કરી શક્યા. અંત સમયે બધા દેવતા ઓ એ તમને વિનંતી કરી ત્યારે તમે સૂર્ય ને મુખ માંથી બહાર કાઢ્યો. આખા જગત માં કોઈ એવું નહિ હોય જેને તમારા સંકટ મોચન નામની ખબર નઈ હોય
શ્લોક ૨
બાલી કી ત્રાસ કપીસ બસે ગિરી, જાત મહાપ્રભુ પંથ નિહારો|
ચોકી મહામુનિ શ્રાપ દિયો તબ, ચાહિયે કોન વિચાર વિચારો||
કે દ્વિજ રૂપ લિવાય મહાપ્રભુ, સો તુમ દાસ કે શોક નિવારો|
કોનહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટ મોચન નામ તિહારો||
અર્થ - પોતાના મોટા ભાઈ બાલી થી ડરી ને મહારાજ સુગ્રીવ અને તેની સેના કિષ્કિન્ધા પર્વત ઉપર રહેતા હતા. ત્યારે શ્રી રામ અને લક્ષમણ ત્યાંથી પસાર થયા જોઈને તમે હનુમાન જી ને તમારા દુઃખો દૂર કરવા તેને મળવા નું કીધું. અને હનુમાન જી તમે એક બ્રાહ્મણ નું રૂપ ધારણ કરી ને શ્રી રામ અને લક્ષમણ સહતે ભેટ કરી અને મહારાજ સુગ્રીવ પાસે લાય આવ્યા અને તમારા દુઃખો દૂર કર્યા. આખા જગત માં કોઈ એવું નહિ હોય જેને તમારા સંકટ મોચન નામની ખબર નઈ હોય.
શ્લોક ૩
અંગદ કે સંગ લેન ગએ સીય, ખોજ કપીસ યહ બેન ઉચ્ચારો|
જીવત ન બચહિ હમ સો જુ, બીના સુધી લાઈ ઇહાં પગું ધારો||
હેરી થકે તટ સિંધુ સબે તબ, લાય સિયા સુધી પ્રાણ ઉબારો|
કોનહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટ મોચન નામ તિહારો||
અર્થ - મહારાજ સુગ્રીવ એ માતા સીતાજી ની શોધ કરવા માટે અંગદજી ની સાથે બધા વાનરો ને મોકલ્યા અને કહ્યું કે તમે જો માતા સીતા ની ખબર નહિ લગાડી આવ્યા તો તમને બધા ને મારી દેવા માં આવશે. તો જાઓ અને માતા સીતા ની ખબર લગાડો. બધા વાનરો અને અંગદજી પણ માતા સીતા ની ખબર ના લગાડી શક્યા અને તે પણ હારી ગયા ત્યારે હનુમાનજી તમે આખો સમુદ્ર ઓળંગી ને તમે માતા સીતા ની ખબર લગાડી અને બધા વાનરો અને અંગદજી નો જીવ બચાવ્યો.આખા જગત માં કોઈ એવું નહિ હોય જેને તમારા સંકટ મોચન નામની ખબર નઈ હોય.
શ્લોક ૪
રાવણ ત્રાસ દઈ સીય કો તબ, રાક્ષસી સો કહી શોક નિવારો|
તાહિ સમય હનુમાન મહાપ્રભુ, જાય મહા રજનીચર મારો||
ચાહત સીય અશોક સો આગિ સુ, દે પ્રભુ મુદ્રિકા શોક નિવારો|
કોનહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટ મોચન નામ તિહારો||
અર્થ - જયારે રાવણ એ માતા સીતા ને જયારે કષ્ટો આપ્યા ત્યારે માતા સીતા દુઃખી થાય ગયા અને રાવણ એ રાક્ષસી ઓને તેને મનવા માટે કહ્યું ત્યારે માતા સીતા તેના પ્રાણ ત્યાગવા નું વિચાર તા હતા ત્યારે હનુમાનજી તમે મોટા મોટા રાક્ષશો નો સંહાર કર્યો. અશોક વાટિકા માં બેઠા બેઠા જયારે માતા સીતા પોતાની વેદના અશોક વૃક્ષ ને કેહતા હતા ત્યારે તમે પ્રભુ શ્રી રામ દ્વારા આપવામાં આવેલી વીંટી તેમને આપી અને તેમને ચિંતા મુક્ત કર્યા. આખા જગત માં કોઈ એવું નહિ હોય જેને તમારા સંકટ મોચન નામની ખબર નઈ હોય.
શ્લોક ૫
બાણ લાગ્યો ઉર લક્ષ્મણ કે તબ, પ્રાણ તજે સુત રાવણ મારો|
લે ગૃહ વૈદ્ય સુષેન સમેત, તબૈ ગિરી દ્રોણ સુ બીર ઉપારો||
આની સંજીવની હાથ દઈ તબ, લક્ષ્મણ કે તુમ પ્રાણ ઉબારો|
કોનહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટ મોચન નામ તિહારો||
અર્થ - જયારે મેઘનાથ એ તેમના બાણ થી લક્ષ્મણજી ને મૂર્છિત કરી દીધા ત્યારે તમે તેમના પ્રાણ સંકટ માં પડી ગયા ત્યારે તમે સુષેન વૈદ્ય ને તેમના ઘર સહીત ઉઠાવી લાવ્યા. અને વૈદ્ય ના કેવા મુજબ તમે સંજીવની બુટી લેવા માટે આખો દ્રોણપર્વત ઉખેડી ને લઈ આવ્યા.અને ત્યાર બાદ લક્ષ્મણ જી ના પ્રાણ ની રક્ષા કરી. આખા જગત માં કોઈ એવું નહિ હોય જેને તમારા સંકટ મોચન નામની ખબર નઈ હોય.
શ્લોક ૬
રાવણ યુદ્ધ અંજાન કિયો તબ, નાગ કી ફાંસ સબે સિરડારો|
શ્રી રઘુનાથ સમેત સબે દલ, મોહ ભયો યહ સંકટ ભરો||
આની ખગેસ તબૈ હનુમાન જુ, બંધન કાટી સુત્રાસ નિવારો|
કોનહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટ મોચન નામ તિહારો||
અર્થ - જયારે રાવણ એ યુદ્ધ માં શ્રી રામ અને લક્ષ્મણ સહીત બધા ને નાગપાશ માં બાંધી દીધા. ત્યારે આખી સેના ઉપર સંકટ આવી ગયો. ત્યારે હનુમાનજી તમે ગરુડ જી ને લઈ આવ્યા અને બધા ને નાગપાશ માંથી મુક્ત કરાવ્યા. અને અવળા મોટા સંકટ ને દૂર કર્યો.આખા જગત માં કોઈ એવું નહિ હોય જેને તમારા સંકટ મોચન નામની ખબર નઈ હોય.
શ્લોક ૭
બંધુ સમેત જબૈ અહીંરાવણ, લે રઘુનાથ પાતાલ સિધારો|
દેવહિં પૂજી ભલી વિધિ સો બલી, દેઉ સબે મિલી મંત્ર વિચારો||
જાય સહાય ભયો તબહીં, અહિરાવણ સેન્ય સમેત સંહારો|
કોનહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટ મોચન નામ તિહારો||
અર્થ - લંકા માં યુદ્ધ દરમિયાન રાવણ એ અહીંરાવણ ને આદેશ આપ્યો કે તું છલ કરી ને શ્રી રામ અને લક્ષ્મણ નું અપહરણ કર. ત્યારે અહીંરાવણ છલ કરી ને તેમને પાતાળ લોક માં લઇ ગયો અને દેવી ને તેમની બલી આપવાની તૈયારી કરતો હતો. ત્યારે હનુમાન જી તમે પાતાળ લોક માં જય ને પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણ ના પ્રાણ બચાવા અહીં રાવણ અને તેના રાક્ષશો નો સંહાર કર્યો.આખા જગત માં કોઈ એવું નહિ હોય જેને તમારા સંકટ મોચન નામની ખબર નઈ હોય.
શ્લોક ૮
કાજ કિયે બડ દેવન કે તુમ, વીર મહાપ્રભુ દેખી વિચારો|
કોન સો સંકટ મોર ગરીબ કો, જો તુમસો નહિ જાત હૈ ટારો||
બેગી હરો હનુમાન મહાપ્રભુ, જો કછુ સંકટ હોય હમારો|
કોનહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટ મોચન નામ તિહારો||
અર્થ - હે હનુમાનજી! તમે દેવતાઓ ના મોટા મોટા સંકટો ને પળ ભર માં દૂર કર્યા છે. તો હું તો એક નાનકડો માણસ છું. અમારા એવા ક્યાં સંકટ છે જે તમે દૂર ના કરી શકો.હે હનુમાનજી તમે જલ્દી થી અમારા સંકટો ને દૂર કરો. આખા જગત માં કોઈ એવું નહિ હોય જેને તમારા સંકટ મોચન નામની ખબર નઈ હોય.
||દોહા||
લાલ દેહ લાલી લસે, અરુ ધરી લાલ લંગુર|
બજ્ર દેહ દાનવ દલન, જય જય જય કપિ સુર||
અર્થ - હે હનુમાનજી તમારા લાલ શરીર ઉપર સિંદૂર ખુબજ શોભે છે. અને તમારા વજ્ર જેવા શરીર થી દાનવો નો નાશ કરો.તમારી જય હો, જય હો, જય હો
0 Comments