અત્યાર ના જમાના માં સોલાર વોટર હીટર એક જરૂરિયાત મંદ વસ્તુ બની ગઈ છે. સોલાર વોટર હીટર પેહલા માણસો ગીઝર નો ઉપયોગ કરતા હતા અને તેની પેહલા કા તો ગેસ ઉપર અથવા તો પાણી ગરમ કરવાના ઉપકરણો વાપરતા હતા જે થોડા જોખમી પણ હતા જેમાં શોક લાગવા નો ડર પણ બની રહેતો. તો સોલાર વોટર હીટર એક બેસ્ટ ચોઈસ છે અત્યાર ના જમાના પ્રમાણે. તો ચાલો જાણીયે સોલાર વોટર હીટર કઈ રીતે કામ કરે છે.

સોલાર વોટર હીટર કઈ રીતે કામ કરે છે ? સોલાર વોટર હીટર ની કઈ બ્રાન્ડ સારી છે ?


સોલાર વોટર હીટર કઈ રીતે કામ કરે છે ?

સૂર્ય ની કિરણો જયારે વોટર હીટર ઉપર પડે છે ત્યારે તે તેને ઇલેક્ટ્રિક ફોર્મ માં નહિ પણ સોલાર ટ્યુબ ને ગરમ કરે છે અને તે પાણી ને ગરમ કરે છે. 

સોલાર વોટર હીટર ૨ પ્રકાર ના હોય છે 

૧. ફ્લેટ પ્લેટ કલેક્ટર 


ફ્લેટ પ્લેટ કલેક્ટર

૨. એવાક્યુએટેડ ટ્યુબ કલેકટર 


એવાક્યુએટેડ ટ્યુબ કલેકટર


ફ્લેટ પ્લેટ કલેક્ટર માં તમને પ્લેટ જોવા મળે છે અને એવાક્યુએટેડ ટ્યુબ કલેકટર માં તમને ટ્યુબ જોવા મળે છે. અને સૌથી વધારે વાપરવા માં આવે છે એવાક્યુએટેડ ટ્યુબ કલેકટર. 

ટ્યુબ વાળા વોટર હીટર વધારે વપરાય છે કારણકે તેનું પર્ફોર્મન્સ સારું હોય છે ૨૦૦ ડિગ્રી ફેરનહીટ સુધીનું પાણી ગરમ આપે છે. તેમાં પાણી નો સપ્લાય પણ ફાસ્ટ હોય છે.

શિયાળા ની ઋતુ માં પણ જયારે સૂર્ય ઓછો નીકળે છે ત્યારે પણ તે પાણી ગરમ કરવામાં સક્ષમ હોય છે. જયારે પ્લેટ વાળા વોટર હીટર નું પર્ફોર્મન્સ ઓછું છે. તે શિયાળા ની ઋતુ માં પાણી ગરમ કરવામાં ઓછી સક્ષમતા ધરાવે છે.

સોલાર વોટર હીટર માં અલગ અલગ પ્રકારની ટેન્ક આવે છે જે ઉદાહરણ તરીકે ૧૦૦ લિટર, ૧૫૦ લિટર, ૨૦૦ લિટર અને ઘણી બધી ટ્યુબ આવે છે. અને એક લોખંડ નું સ્ટેન્ડ આવે છે જેમાં સોલાર વોટર હીટર ઉભું કરવામાં આવે છે. 

સોલાર વોટર હીટર માં ઘણી બધી બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે પણ ગુજરાત માં જે બ્રાન્ડ્સ છે તેના વિષે જાણીયે.

ગુજરાત માં ઘણી બધી બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે જેમ કે 

૧. સનકેર 

૨. ફાર્મસન 

૩. રિતુધન

૪. સુપ્રીમ સોલાર 

૫. રાકોલ્ડ 

૬. વીગાર્ડ 

૭. હાવેલ્સ

હવે આટલી બધી બ્રાન્ડ ઉપલબ્ધ છે ગુજરાત માં પણ એમાંથી કઈ બ્રાન્ડ નું સોલાર લેવું એ મહત્વ ની વાત છે.

મારા મત એ તમારે ઓનલાઇન તો ના મંગાવું જોયે સુકામ કારણકે સોલાર કરતા મહત્વ ની છે એની સર્વિસ. તો તમારા ગામ માં અથવા શહેર માં ૩ - ૪ દુકાનો એ સર્વે કરો અને તમારા મિત્રવર્ગ ને પૂછો કે એ ક્યુ સોલાર વાપરે છે. 

જે કંપની ની સર્વિસ તમારા શહેર માં શ્રેષ્ઠ હોય તેજ કંપની નું સોલાર નાખવો. સોલાર માં કંપની કરતા તેની સર્વિસ મહત્વની છે. તો તમારા શહેર માં સૌથી વધારે વેચાતી કંપની ને જ લાભ આપો. મોટી બ્રાન્ડ કે એડવેરટાઇસ જોઈને ના લો.