હનુમાન ચાલીસા એક એવી ચાલીસા છે જે જીવન માં બધા સુખ તમને આપે છે. સંસાર ના બધા દુઃખો ને દૂર કરનારી ચાલીસા છે. જીવન માં ગમે તેટલો ખરાબ સમય આવે પણ હનુમાન ચાલીસા ના પાઠ કરવાથી  બધી સમસ્યા ઓ દૂર થાય છે. હનુમાન ચાલીસા ના પાઠ કરવાથી માનવ પોતાના મન ઉપર કાબુ કરી શકે છે. હનુમાન ચાલીસા ના પાઠ કરવાથી તમારા શરીરનો કોઈ પણ રોગ દૂર થાય છે. પણ કોઈ પણ ચાલીસા કે મંત્ર કરો પણ તેમનો અર્થ તમને ના ખબર હોય તો તે વ્યર્થ છે. તો ચાલો જાણીયે હનુમાન ચાલીસા ગુજરાતી અર્થ સાથે.

હનુમાન ચાલીસા ગુજરાતી અર્થ સાથે

(જય શ્રી સીતારામ)

શ્રી ગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ । બરનઉ રઘુબર બિમલ જસુ જો દાયક ફલ ચારી ।। {રામ}

અર્થ- શ્રી ગુરુ મહારાજના ચરણ કમળની ધૂળથી મારા મનના દર્પણને શુદ્ધ કરીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચારેય ફળ આપનાર શ્રી રઘુવીરની શુદ્ધ કીર્તિનું વર્ણન કરું છું.


બુદ્ધિહિન તનુ જાનિકે સુમિરો પવન કુમાર । બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ, હરહુ ક્લેસ બિકાર ।। {રામ}

અર્થ- હે પવનકુમાર હું તમારું સ્મરણ કરું છું. તમે તો જાણો જ છો કે મારા શરીર અને બુદ્ધિ નિર્બળ છે તો, તમે મને શારીરિક બળ, સદ્ બુદ્ધિ અને જ્ઞાન આપો અને મારા દુઃખો અને દોષો નું હરણ કરો.


(જય શ્રી સીતારામ)

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહું લોક ઉજાગર । {રામ}

અર્થ- હે હનુમાનજી! તમારી જય હો , તમે જ્ઞાન અને ગુણ ના સાગર છો. હે કપીશ્વર તમારી જય હો, તમારી કીર્તિ (સ્વર્ગ લોક, પાતાળ લોક અને ભુ લોક) ત્રણેય લોક માં ઉજાગર છે.


રામદૂત અતુલિત બલધામા, અંજનિપુત્ર પવનસુત નામા ।। {રામ}

હે પવનપુત્ર, અંજની નંદન, ભગવાન શ્રી રામ ના દૂત તમારા સમાન સંસાર માં બીજું કોઈ બળવાન નથી 


મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી । {રામ}

હે બજરંગબલી આપ મહાવીર અને મહા પરાક્રમી છો.તમે ખરાબ બુદ્ધિ દૂર કરો છો અને સારી બુદ્ધિ વાળા ના સહાયક છો 


કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા ।। {રામ}

આપનું વર્ણ કંચન જેવું છે. સુંદર વસ્ત્રો થી તથા

કાનો ના કુંડળ અને વાંકડિયા વાળો થી આપ સુશોભિત છો.

હાથ વજ્ર ઔર ધ્વજા બિરાજૈ, કાંધે મુંજ જનેઉ સાજે । {રામ}

આપના હાથમાં વજ્ર અને ધ્વજા છે તથા

આપની કાંધ ઉપર મુંજ ની જનોઈ આપની શોભા વધારે છે.

શંકર સુવન કેસરીનંદન, તેજ પ્રતાપ મહા જગ વંદન ।। {રામ}

હે શંકર ભગવાનના અંશ એવા કેસરીનંદન આપના પરાક્રમ

અને આપના મહાન યશ ની સંપૂર્ણ સંસાર માં વંદના થાય છે.

વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામકાજ કરિબે કો આતુર । {રામ}

તમે વિદ્યાવાન,ગુણવાન અને અત્યંત ચતુર છો, ભગવાન શ્રી રામ ના કાર્ય કરવા માટે હંમેશા આતુર રહો છો 

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા ।। {રામ}

આપ ભગવાન શ્રી રામ ના ગુણગાન સાંભળવા માં હમેંશા રસ ધરાવો છો.

માતા સીતા, ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ આપના મન અને હ્રદય માં વસે છે.

સૂક્ષ્મરૂપ ધરિ સિયહિં દિખાવા, બિકટ રૂપ ધરી લંકા જરાવા । {રામ}

આપે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરી ને માતા સીતા ને બતાવ્યું

તથા વિરાટ રૂપ ધારણ કરી ને રાવણ ની લંકાને સળગાવી.

ભીમરૂપ ધરિ અસુર સંહારે, શ્રી રામચંદ્ર કે કાજ સંહારે ।। {રામ}

આપે ભિમરૂપ ધારણ કરી ને રાક્ષસ નો સંહાર કર્યો અને

ભગવાન શ્રી રામ ના ઉદ્દેશ્ય ને સફળ બનાવવામાં સહયોગ આપ્યો.

લાય સંજીવન લખન જિયાયે, શ્રી રઘુવિર હરષિ ઉર લાયે । {રામ}

આપે સંજીવની બુટ્ટી લાવીને લક્ષ્મણજી ને નવજીવન આપ્યું અને

ભગવાન શ્રી રામે ખુશ થઈ ને આપને હ્રદય થી લગાવી લીધા

રઘુપતિ કીન્હી બહુત બડાઇ, તુમ મમ પ્રિય ભરત હિ સમ ભાઇ ।। {રામ}

ભગવાન શ્રી રામ એ તમારી ખુબજ પ્રશંશા કરી અને કહ્યું તમે મને મારા ભાઈ ભારત સમાન પ્રિય છો 


સહસ્ત્ર બદન તુમ્હરો જશ ગાવૈ, અસ કહી શ્રીપતિ કંઠ લગાવે । {રામ}

હજારો મુખો થી આપના ગુણગાન થાય એવું કહી ને

ભગવાન શ્રી રામે આપને તેમના હૃદય થી લગાવી લીધા

સનકાદિક બ્રહ્માદિ મુનીસા, નારદ શારદ સહિત અહીસા ।। {રામ}

સનકાદિક ઋષિઓ બ્રહ્માજી, નારદ મુનિ માતા શારદા

તથા અન્ય દેવી દેવતા ઓ આપના ગુણગાન કરે છે

જમ કુબેર દિગપાલ જહાં તે, કબિ કોબિદ કહિ સકે કહાં તે । {રામ}

યમરાજ,કુબેર તથા બધી દિશાઓ ના રક્ષક આપણું વર્ણન કરી શકતા નથી

તો પૃથ્વી પરના કવિઓ અને વિદ્ધાનો આપણું વર્ણન કયાં થી કરી શકવા ના હતા

તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા, રામ મિલાય રાજ પદ દીન્હા ।। {રામ}

આપે કપિરાજ સુગ્રીવ પર ભગવાન રામ સાથે મેળાપ કરાવી ને

ઉપકાર કર્યો છે અને તેમને રાજા નું પદ અપાવ્યું છે.

તુમ્હારો મંત્ર બિભીષણ માના, લંકેશ્વર ભએ સબ જગ જાના । {રામ}

તમારા ઉપદેશ નું વિભીષણ એ પાલન કર્યું અને તે લંકા ના રાજા બન્યા જે સમગ્ર સંસાર જાણે છે 

જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ, લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ।। {રામ}

જે સૂર્ય હજારો યોજન દૂર છે જ્યાં પહોંચવા માં હજારો યુગ લાગે છે

તે સૂર્ય ને આપ ફળ સમજી ને ગળી ગયા હતા

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહિ, જલધિ લાંધી ગયે અચરજ નાહિં । {રામ}

આપે ભગવાન શ્રીરામ દ્વારા આપવા માં આવેલી વીંટી મુખ માં રાખી સમુદ્ર પાર કર્યો હતો.

આપના માટે આમ આખો સમુદ્ર ઓળંગવો એ કોઈ આશ્વર્ય ની વાત નથી

દુર્ગમ કાજ જગત કે જે તે, સુગમ અનુગ્રહ તુમ્હરે તે તે ।। {રામ}

સંસાર માં જે કાર્ય કઠિન છે

તે કાર્ય આપની કૃપા થી સરળ બની જાય છે

રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે । {રામ}

આપ ભગવાન શ્રી રામચંદ્રજી ના મહેલ ના દ્વારપાલ છો

આપની આજ્ઞા વિના કોઈ અંદર પ્રવેશી શકતું નથી

અર્થાત તમારી કૃપા વગર શ્રી રામ ની ભક્તિ અસફળ છે 


સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના ।। {રામ}

આપની શરણ માં જે કોઈ આવે છે તે સર્વપ્રકાર ના સુખ પામે છે.

જો આપ અમારા રક્ષક હોય તો અમારે કોઈ ના થી ડરવા ની જરૂર નથી

આપન તેજ સમ્હારો આપૈ, તીનોં લોક હાંક તે કાંપૈ । {રામ}

આપનો તેજ માત્ર આપ જ સહન કરી શકો છો

આપના હુંકાર થી ત્રણેય લોક કાંપી ઉઠે છે

ભૂત પિસાચ નિકટ નહીં આવૈ, મહાબીર જબ નામ સુનાવૈ ।। {રામ}

જયારે પણ ભક્તજનો આપના મહાવીર નામ નું રટણ કરે છે

ત્યારે ભૂત પ્રેત જેવી દુષ્ટ આત્માઓ થી દૂર રહે છે

નાસૈ રોગ હરૈ સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા । {રામ}

હે હનુમાનજી આપના નામનું જે નિરંતર રટણ કરે છે

તેના બધા રોગો દૂર થઇ જાય છે અને બધી પીડા દૂર થઇ જાય છે

સંકટ તે હનુમાન છુડાવૈ, મન કર્મ બચન ધ્યાન જો લાવે ।। {રામ}

હે સંકટમોચન જે કોઈ પણ ભક્ત મન, કર્મ, વચન થી પોતાનું ધ્યાન આપના માં લગાવે છે

તેમને બધા દુઃખો થી આપ મુક્ત કરી દો છો

સબ પર રામ તપસ્વી રાજા, તિન કે કાજ સકલ તુમ સાજા । {રામ}

ભગવાન શ્રી રાજા રામ એ સર્વશ્રેષ્ઠ તપસ્વી રાજા છે તેમના કાર્ય તમે ક્ષણ ભર માં પુરા કરી દો છો.

ઔર મનોરથ જો કોઇ લાવૈ, સોઇ અમિત જીવન ફલ પાવૈ । {રામ}

આપની સમક્ષ જો કોઈ અભિલાષા કે આશા લઇ ને આવે છે તો તેને તેનું ફળ અવશ્ય મળે છે

જે ફળ પ્રાપ્તિ ની કલ્પના પણ ના કરી હોય તે આપની કૃપા થી પૂર્ણ થાય છે

ચારોં જુગ પરતાપ તુમ્હારા, હૈ પરસિદ્ધિ જગત ઉજિયારા । {રામ}

આપનો યશ ચારો યુગો (સતયુગ, ત્રેતાયુગ, દ્રાપરયુગ, અને કળયુગ) માં પ્રસિદ્ધ છે.

સમગ્ર વિશ્વ આપની કીર્તિ થી જાણકાર છે

સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે ।। {રામ}

આપ સાધુ સંતો ના રક્ષક છો તથા દુર્જનો અને રાક્ષસો નો

સર્વનાશ કરનારા છો અને આપ ભગવાન શ્રી રામ ના પ્રિય છો

અષ્ટ સિધ્ધ નવ નિધિ કે દાતા, અસ વર દીન જાનકી માતા । {રામ}

તમને માતા જાનકી દ્વારા વરદાન મળેલું છે જેનાથી તમે તમારા કોઈ પણ ભક્ત ને આઠ સિદ્ધિ અને નવ નિધિ નું પ્રદાન કરી શકો છો 

  • અણિમા : આ સિદ્ધિ થી સાધક કોઈને દેખાતો નથી અને નાના માં નાની અને જટિલ વસ્તુ માં પણ પ્રવેશી શકે છે 
  • મહિમા : આ સિદ્ધિ થી યોગી પોતાને બહુ મોટો બનાવી શકે છે 
  • ગરિમા : આ સિદ્ધિ થી સાધક પિતાને ધારે એટલો ભારી બનાવી શકે છે 
  • લધિમાં : આ સિદ્ધિ થી સાધક પોતાને ધારે એટલો વજન માં હલકો બનાવી શકે છે 
  • પ્રાપ્તિ : આ સિદ્ધિ થી સાધક ને જે કઈ પણ જોઈએ તે મળે છે 
  • પ્રાકામ્ય : આ સિદ્ધિ થી સાધક પોતાને પૃથ્વી માં સમાવી શકે છે અને હવા માં પણ ઉડી શકે છે 
  • ઈરસીત્વ : આ સિદ્ધિ થી સાધક બધા ઉપર પોતાનું શાશન ચલાવી શકે છે 
  • વશિત્વ : આ સિદ્ધિ થી સાધક કોઈને પણ પોતાના વશ માં કરી શકે છે  

રામ રસાયન તુમ્હારે પાસા, સદા રહો રઘુપતિ તે દાસા ।। {રામ}

હે બજરંગબલી આપ ભગવાન શ્રી રામ ની સેવા માટે સદાય તત્પર રહો છો

માટે આપ ની પાસે રામ-નામ રૂપી ઔષધિ (રસાયણ) છે

તુમ્હારે ભજન રામકો પાવૈ, જનમ જનમકે દુઃખ બિસરાવૈ । {રામ}

આપના ભજન કરનાર ભકત ને ભગવાન શ્રીરામચંદ્રજી ના દર્શન થાય છે

અને તેના જન્મ જન્મ ના દુઃખો દૂર થઇ જાય છે

અંતકાલ રઘુબર પુર જાઇ, જહાં જનમ હરિભક્ત કહાઇ ।। {રામ}

આપના ભજન ના પ્રભાવ થી અંત સમયે રઘુનાથજી ના ધામ માં જાય છે

અને જો મૃત્યુલોક માં જન્મે તો હરિભક્ત પ્રસિદ્ધિ મળે છે

ઔર દેવતા ચિત્ત ન ધરઇ, હનુમંત સેઇ સર્વ સુખ કરઇ । {રામ}

હે હનુમાનજી જે ભક્ત સાચા મન થી આપની આરાધના કરે છે તો એને બધા પ્રકાર ના સુખ પ્રાપ્ત થાય છે

અને તેને બીજા કોઈ દેવતા ની પૂજા કરવા ની આવશ્યકતા રહેતી નથી

સંકટ કટે મિટૈ સબ પિરા, જો સુમિરૈ હનુમંત બલબીરા ।। {રામ}

સંકટમોચન હનુમાનજી નું જે સ્મરણ કરે છે તેના બધા સંકટ

મટી જાય છે અને બધી પીડાઓ થી છુટકારો મળે છે

જૈ જૈ જૈ હનુમાન ગૌસાંઇ, કૃપા કરહુ ગુરૂ દેવકી નાઇ । {રામ}

હે હનુમાનજી આપની સદા જય જયકાર હો

આપ મુજ પર શ્રી ગુરુદેવ ની સમાન કૃપા કરો

જો સતબાર પાઠ કર કોઇ, છુટહી બંદિ મહા સુખ હોઇ ।। {રામ}

જે વ્યક્તિ શુદ્ધ મન થી દરરોજ આ હનુમાન ચાલીસા નું સો વાર પાઠ કરશે

તે સર્વ સાંસારિક બંધનો થી મુક્તિ પામશે અને પરમ સુખ ને પામશે

જો યહ પઢૈ હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા । {રામ}

જે ભક્ત હનુમાન ચાલીસા નું નિત્ય પાઠ કરશે

તેને ચોક્કસ સફળતા મળશે જેના ગૌરી પતિ શંકર સાક્ષી છે

તુલસીદાસ સદા હરિ ચેરા, કીજૈ નાથ હ્રદય મહં ડેરા ।। {રામ}

સંત શ્રી તુલસીદાસજી કહે છે કે હું હમેંશા શ્રીરામ ના દાસ છે

તેથી આપ એમના હૃદય માં સદા નિવાસ કરો

(જય શ્રી સીતારામ)

પવન તનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ । રામ લખન સીતા સહિત, હ્રદય બસહુ સૂર ભૂપ ।। {રામ}

હે પવનપુત્ર આપ બધા સંકટો ને હરનાર છો આપ મંગળ મૂર્તિ રૂપ છો,

આપ શ્રીરામ, લક્ષ્મણજી તથા શ્રી સીતામાતા સહીત અમારા હૃદય માં પણ નિવાસ કરો.


હનુમાન ચાલીસા ગુજરાતી અર્થ સાથે