દુનિયા ભાર માં ચા એક ખુબજ પસંદીતા વસ્તુ છે. આશ્ચર્ય ની વાત એ છે કે ચા પીવા ના ફાયદાઓ ઉપર વૈજ્ઞાનિક શોધ પણ થઈ છે. ઘણા બધા વૈજ્ઞાનિકો એ એમાં અર્ટિકેલ લખેલા છે તો ચાલો જાણીયે આપડે ચા પીવા ના ફાયદા અને નુકસાન શુ છે.

ચા પીવા ના ફાયદા અને નુકસાન શુ છે?

ચા પીવા ના ફાયદા અને નુકસાન શુ છે?

ચા પીવા ના ફાયદા 

ચા પીવા વાળા માણસો માટે આ એક એનર્જી ડ્રિન્ક જેવું છે. દુનિયા ભર માં અલગ અલગ ચા જોવા મળે છે અને દુનિયા ભર માં સૌથી વધારે પીવાતો પદાર્થ છે. શિયાળા ની ઋતુ માં ચા એક ઔષધિ રૂપે કામ કરે છે.

ચા નું વૈજ્ઞાનિક નામ છે કેમેલીયા સિનેન્સિસ. તેમાં ઘણા બધા તત્વો એવા છે જે કેન્સર, હૃદય રોગ, ગાંઠ અને ડાયાબિટીસ જેવા રોગો ને ઓછા કરે છે.

  1. ચા માં પોલીફેનોલિસ તત્વ હોય છે જે ટ્યુમર ની કોશિકાઓ ને ફેલાવા થી રોકે છે.
  1. ગ્રીન ટી અથવા તો બ્લેક ટી પીવા થી તે હૃદય ને તંદુરસ્ત રાખે છે. ચા પીવાથી બ્લડ પ્રેસર નિયંત્રિત રહે છે. તેની સાથે કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.
  1. જેના પગ માં સોજા રહેતા હોય, પગ દુખતા હોય તેના માટે ગ્રીન ટી બહુ સારી છે તે આ દુખાવા માં રાહત પોંહચાડે છે.
  1. ડાયાબિટીસ ના રોગીઓ માટે પણ ચા બહુ ફાયદાકારક છે. ગ્રીન ટી, બ્લેક ટી આ બધી ચા તમને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
  1. માથા ના દુખાવા માં ચા બહુ ફાયદા કારક છે. ચા માં કેફીન ની માત્રા હોય છે જે માથા ના દુખાવાની અસર ને ઓછી કરે છે.


ચા માં શુ શુ હોય છે ?

  • પાણી
  • ઉર્જા
  • કાર્બોહાઈડ્રેટ 
  • આયરન 
  • મેગ્નેસિયમ 
  • ઝીંક
  • કોપર 
  • કેફીન 
  • આવા અનેક તત્વો ચા માં હોય છે 

ચા ના પ્રકારો 

  1. ચાય પત્તી ને પાણી માં ઉકાળીને ઘણી પ્રકારના સ્વાદ ની ચા પી શકો છો. જેમાં સ્વાદ અનુસાર નીબું, એલચી, આદુ જેવા પદાર્થો ઉમેરી શકો છો. આદુ અને લીંબુ ની ચા લોકો ઘણી પસંદ કરે છે.
  2. ગ્રીન ટી પીવાથી વાળ સ્વસ્થ રહે છે. જે વાળ માટે ખુબ જ ફાયદાકારક છે.
  3. ચા માં કેફીન હોય છે. જે ચેહરા ના કાળા કુંડાળાઓ ને ઓછા કરે છે. તેના ઉપયોગ માટે વપરાયેલા ગ્રીન ટી ના બેગ ને આખો ઉપર થોડી વાર રાખી શકો છો.
  4. હર્બલ ચા માં આઇસ કયૂબ નાખી ને પણ ચા નો આનંદ લઇ શકો છો.
  5. ગુજરાત માં દૂધ ની ચા પણ બનાવે છે જેમાં દૂધ, ખાંડ, અને ચાય પત્તી નાખી ને પી સક્યે છે.
  6. શરદી ઉધરસ માં તુલસી, આદુ, એલચી નાખી ને ચા પીવાથી ખુબ ફાયદો થાય છે.
  7. વૈજ્ઞાનિકો ની શોધ ને અનુસાર એક દિવસ માં ૨ થી ૩ કપ ચા તમે પી શકો છો. ફાયદાઓ ની સાથે ચા ના ઘણા નુકસાન પણ છે ચાલો જાણીયે ચા પીવાના નુકસાન શુ છે.

ચા પીવાથી શુ નુકસાન થાય છે?

  • ૨ થી ૩ કપ સુધી ચા બરાબર છે પણ જો વધારે ચા પિયે તો શુ નુકસાન થાય છે ચાલો જાણીયે.

  • આયરન ના આવસોસણ ને ઓછું કરે છે ચા :
  • ચા માં ટેનિન નામ નો પદાર્થ હોય છે. જે આયરન ને અવશોષણ કરવાની ક્ષમતા ને ઘટાડે છે. એજ કારણે થી જમ્યા પછી તરત જ ચા પીવાની મનાઈ કરે છે.

  • ચા ને કારણે ચિંતા અને તણાવ :
  • ચા માં કેફીન હોય છે જો વધારે પડતી ચા પીવામાં આવે છે તો માથાના દુખાવા સંબંધિત સમસ્યાઓ થાય છે. વધારે માત્ર માં ચા પીવા થી તણાવ અને ચિંતા માં વધારો થશે.

  • અનિંદ્રા પણ થાય છે :
  • વધારે પડતી ચા પીવાથી શરીર માં કેફીન ની માત્રા વધે છે અને પરિણામે અનિંદ્રા અને હૃદય રોગ જેવી સમસ્યાઓ થાય છે.

  • જીવ મૂંઝવો છાતી માં બળતરા :
  • ગ્રીન ટી અને બ્લેક ટી માં વધુ પ્રમાણ માં કેફીન હોય છે જેનાથી તમારો જીવ મૂંઝવણ ની સમસ્યા થાય શકે છે. અને કેફીન પેટ માં ગેસ ની માત્રા ને વધારે છે જેને લીધે તમને ગેસ એસિડિટી જેવી સમસ્યા પણ થઈ શકે છે.

  • ગર્ભાવસ્થા માં ચા :
  • જો વધારે પડતી ચા ગર્ભાવસ્થા માં પીવામાં આવે તો એ ગર્ભપાત અને શિશુ ના ઓછા વજન નું કારણ બની શકે છે.

શુ ચા પીવાથી કબજિયાત થાય છે ?

ચા પીવાથી કબજિયાત ની સંભાવના થાય છે પણ એક રિસેર્ચ અનુસાર કહેવામાં આવ્યું છે કે ઘણા લોકો ને ચા પીધા પછી જ પેટ સાફ થાય છે અને મળ ત્યાગ કરવામાં મદદ રૂપ થાય છે.

ચા કોફી કરતા સારી હોય છે ?

હા, ચા ને કોફી કરતા સારી માનવામાં આવે છે કારણકે કોફી ના મુકાબલે એમાં ઓછું કેફીન હોય છે.