આજના સમય માં ડિપ્રેસન એ બૌ કોમન બીમારી છે. હકીકત માં આ એક બીમારી તો ના કહી સક્યે પણ તમારા મગજ નો એક એવો સ્ટેટ છે જયારે તમે કોઈ એક પરિસ્થિતિ માં ફસાય ગયા હોવ અને તે વિચારો માંથી તમે બાર ના નીકળી સકતા હોવ. ડિપ્રેસન કોઈ પણ પરિસ્થિતિ ને લીધે થાય શકે છે જેમ કે બિઝનેસ માં લોસ થવો, જુગાર ની લત ને લીધે બધું ખોઈ દેવું, પ્રેમ માં દગો મળવો, કોઈ પરિજન નું મૃત્યુ થવું કોઈ પણ પરિસ્થિતિ માં તમે ડિપ્રેસન નો શિકાર થાય શકો છો. 

ડિપ્રેસન તમે જયારે એકલા હોવ ત્યારે વધારે થાય છે. કારણકે એકલતા માં તમને ખોટા અને નકારાત્મક વિચારો આવે છે. હવે જાણીયે ડિપ્રેસન દૂર કરવાના ઉપાયો શુ છે.


ડિપ્રેસન દૂર કરવાના ઉપાયો


ડિપ્રેસન દૂર કરવાના ઉપાયો 


મેડિટેશન

ડિપ્રેસન દૂર કરવા મેડિટેશન કરી શકો છો આ એક બેસ્ટ રસ્તો છે નકારાત્મક વિચારો ને તમારા મગજ માંથી દૂર કરવાનો. આધ્યાત્મિકતા ને લીધે તમે પોતાને એકલા નથી માનતા અને તમે ડિપ્રેસન થી બહાર આવી શકો છો.

કસરત 

જયારે તમે કસરત કરો છો ત્યારે તમારા મગજ માં હોર્મોન્સ નું ઉત્પાદન વધે છે. જે તમારા મૂડ ને ખુશનુમા બનાવે છે અને નકારાત્મક વિચારો ને દૂર કરે છે.


મ્યુઝિક 

મ્યુઝિક સાંભળવાથી તમારા મગજ ને શાંતિ મળે છે. સારા વિચારો આવે છે તમે તમારા મનગમતા ગીતો સાંભળો જેનાથી તમારું ધ્યાન ખોટા વિચારો તરફ ના જાય.


ત્યાર બાદ ડિપ્રેસન દૂર કરવાના બીજા ઉપાયો

  • સૌથી પેહલા તો ૮ કલાક ની પુરી નીંદ લો. નીંદ પુરી થાય તો તમારો દિમાગ ટેરો તાજા રહેશે અને નકારાત્મક વિચારો થી દૂર રહેશે.
  • પ્રતિદિન સૂર્ય ની રોશની માં થોડી વાર રહો.
  • બહાર ચાલવા જાઓ. ગાર્ડન માં ટહેલવા જાવ બહાર ફરવા જાઓ..
  • સારું ખાઓ, ખાવાનું બનાવો, ટીવી જુઓ, બૂક્સ વાંચો, તમારા જિંદગી ના અનુભવો એક બુક માં લખો, તમારા ખરાબ વિચારો ને એક બુક માં લખો.
  • ટૂંકમાં તમે આખો દિવસ કોઈ પણ ગતિવિધિ માં વ્યસ્ત રહો અને એકલતા થી દૂર રહો. કંઈક નવું કરો. નવી વસ્તુઓ ટ્રાય કરો. જયારે તમને બહુ ગુસ્સો આવે ત્યારે લાંબી લાંબી શ્વાસ લો અને તમારા મગજ ને શાંત કરો.


ડિપ્રેસન દૂર કરવાનો સહેલો રસ્તો 


આખા દિવસ નું શેડ્યૂલ બનાવો. આખો દિવસ વ્યસ્ત રહો. મૂવી જુઓ, ગેમ્સ રમો કઈ પણ કરો પણ તમારી જાત ને વ્યસ્ત રાખો. બહાર ફરવા જાઓ જો એકલા પાડો તો મિત્રો સાથે ફરો ભલે મન ના થાય પણ આ બધું તમને ખોટા વિચારો થી દૂર રાખશે. સૌથી ઉપર આવે છે ભક્તિ. ભક્તિ માં જોડાવ તમે જે પણ ભગવાન ને માનતા હોવ તેના મંદિર માં જાવ અને ત્યાં શાંતિ થી બેસો મંત્રો ચાર કરો. આ કરવાથી તમને એક અલગ કોન્ફિડેન્સ આવશે. અને જીવન જીવવા માં મદદ મળશે.