ઉત્તરાખંડ દેવભૂમિ માં સ્થિત કૈંચી ધામ એ એક એવો આશ્રમ છે જ્યાં બધા લોકો ની મુરાદ પુરી થાય છે. ત્યાંથી કોઈ પણ ખાલી હાથે પાછું નથી આવતું. આ ધામ માં નીમ કરોલી બાબા ને હનુમાનજી ના અવતાર માનવામાં આવે છે. ૧૫ જૂન એ એનો સ્થાપના દિવસ માનવામાં આવે છે. દેશ વિદેશ થી લોકો અહીંયા હનુમાનજી ના આશીર્વાદ લેવા આવે છે.૧૯૬૪ માં આશ્રમ ની સ્થાપના કરવામાં આવી હતી.નીમ કરોલી બાબા અહીંયા ૧૯૬૨ માં પેહલી વાર આવ્યા હતા અને તેમના મિત્ર પૂર્ણાનંદજી સાથે આ આશ્રમ ની શરૂઆત કરેલી. ચાલો વધુ જાણીયે વિશ્વ પ્રસિદ્ધ કૈંચી ધામ નીમ કરોલી બાબા આશ્રમ વિશે.
વિશ્વ પ્રસિદ્ધ કૈંચી ધામ નીમ કરોલી બાબા આશ્રમ
કૈંચી ધામ ઉત્તરાખંડ માં નૈનિતાલ જિલ્લા માં ભાવલી-અલ્મોડા નેશનલ હાઇવે ઉપર સ્થિત છે. નીમ કરોલી બાબા ને કૈંચી ધામ ઘણું પ્રિય હતું. તેમના ભક્તો એ અહીંયા હનુમાનજી નું ખુબ ભવ્ય મંદિર બનાવ્યું છે. અને અહીંયા નીમ કરોલી બાબા ની પણ ભવ્ય મૂર્તિ સ્થાપિત કરેલી છે. મહારાજ ના પુરી દુનિયા માં ૧૦૮ આશ્રમ સ્થિત છે. તેમાંથી સૌથી મોટું કૈંચી ધામ અને અમેરિકા માં ન્યુ મેક્સિકો ખાતે સ્થિત ટાઉસ આશ્રમ છે.
હનુમાન જી ની ઉપાસના કર્યા બાદ બાબા ને તેમની સિદ્ધિ ઓ પ્રાપ્ત થાય હતી.પણ બાબા બહુ સામાન્ય રીત થી રહેતા હતા અને કોઈને પણ પોતાના પગે લાગવાની મનાઈ હતી. સાધારણ માણસ થી લઇને અરબપતિ માણસો સુધી બાબા ના ભક્તો છે. નરેન્દ્ર મોદી, હોલિવુડ અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ, એપલ ના ફાઉન્ડર સ્ટીવ જોબ્સ અને ફેસબુક ના સ્થાપક માર્ક ઝુકરબર્ગ પણ બાબા ના ભક્ત છે.
નીમ કરોલી બાબા નો એક પ્રસંગ
એવું કહેવાય છે કે એક વાર આશ્રમ માં ઘી ની કમી થઈ ગઈ હતી. બાબા એ તેમના ભક્ત ને કહ્યું કે નીચે વહેતી નદી માંથી પાણી ભરી એવો.અને જયારે પ્રસાદ બનાવા માટે તેનો ઉપયોગ કર્યો ત્યારે તે પાણી ઘી માં બદલી ગયું.
૧૫ જૂન ૧૯૬૪ માં આ દિવસે હનુમાનજી ની મૂર્તિ ની સ્થાપના કરી હતી અને ત્યાર થી આ દિવસ પ્રતિષ્ઠા દિવસ તરીકે માનવામાં આવે છે.૧૫ જૂન એ ભવ્ય મેલા નું આયોજન કરવામાં આવે છે. ત્યારે લખો શ્રદ્ધાળુ આવે છે અને પ્રસાદી નો લાભ ઉઠાવે છે.
ચારેય બાજુ થી મંદિર ઉંચા ઉંચા પર્વતો થી ઘેરાયેલું છે અને ત્યાં હનુમાનજી સહીત ભગવાન સીતારામ નું અને અન્ય દેવી દુર્ગા ના પણ નાના નાના મંદિરો બનાવેલા છે.અહીંયા આવીને બધા ભક્તો ને સાચી રાહ મળે છે અને બધી સમસ્યા ઓ નો ઉકેલ થાય છે.
કોણ હતા નીમ કરોલી બાબા?
નીમ કરોલી બાબા નું મૂળ નામ લક્ષ્મીનારાયણ શર્મા હતું.તેમનો જન્મ અક્બરપુર (ઉત્તરાખંડ) માં થયો હતો. તેમની સમાધિ વૃંદાવન માં તો છે જ પણ કૈંચી, વિરાપુરમ(ચેન્નાઇ), અને લખનૌ સહીત તેમની અસ્થિ કળશો ને ભુ સમાધિ દીધેલી છે. એમના લખો ભક્તો આ સમાધિ ના સ્થળો માં જયને તેમના આશીર્વાદ લે છે.
બાબા ના ચમત્કાર
બાબા ના મુખ્ય ૧૨ મંદિર છે. અને તેમના ભક્તો એ પણ તેમના ૯ મંદિરો બનાવેલા છે. જેમાં મુખ્ય હનુમાન જી ની પ્રતિમા છે. અચાનક ગાયબ થઈ જવું, ભક્તો ના દુઃખો નો અંદાજો લગાવી ને પેહલાથી જ તેમને ઉકેલવા, ઈચ્છા અનુસાર શરીર ને જાડું અને પાતળું કરવું એવા ઘણા બધા ચમત્કારો નો ઉલ્લેખ તેમના ભક્તો એ કરેલો છે.
બાબા નું નિધન ૧૯૭૩ માં થયું હતું. પણ હજી વિદેશ થી લોકો આવે છે અને સૌથી વધારે આશ્રમ માં વિદેશી લોકો જ આવે છે.આ એક દમ શાંત, સાફ સુથરી, અને હરિયાળી વળી જગ્યા છે જે સમુદ્ર થી ૧૪૦૦ મીટર ઉપર સ્થિત છે. એવું કહેવાય છે કે નીમ કરોલી બાબા ને ૧૭ વર્ષ થી જ આધ્યાત્મિક જ્ઞાન થઈ ગયું હતું. અને તે હનુમાન જી ને જ તેમના આરાધ્ય અને ગુરુ માનતા હતા. તે ખાલી હનુમાન જી નાજ પગે પડવાનું કેહતા હતા.
0 Comments